Sunday, 7 August 2016

બ્રેડ આમલેટ વાનગી (Easy Bread omelette).



બ્રેડ આમલેટ (Easy Bread omelette)  ભારત ભર માં ખવાતી ઈંડા ની એક શાનદાર અને મસાલેદાર વાનગી. બ્રેડ આમલેટ ભારત ના લોકો ની મનપસંદ ડીશ છે. જેને ભારત ના લોકો વારંવાર ખાવાનું પસંદ કરે છે. આ વાનગી તમને સમગ્ર ભારત માં કોઈ પણ જગ્યાએ સરળતાથી જોવા મળે છે. આ વાનગી તમને શેરી ના ખૂણા થી લઇ ને કોઈ પણ હોટલ કે રેસ્તોરેન્ત માં પણ સરળતાથી જોવા મળી જાય છે. આ વાનગી બનાવવા માટે ખુબ જ ઓછા સમય ની જરૂર હોય છે. અને આ વાનગી રાંધવામાં ખુબ જ ઓછો સમય લાગે છે. તો ચાલો આજે અપને ઘરે બનાવીએ બ્રેડ આમલેટ.

બ્રેડ આમલેટ (Easy Bread omelette)  બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
2 મોટી બ્રેડ ના સ્લાય્સ ( Bread Slice ).
2 નંગ ઈંડા ( Egg ).
માખણ ( Butter ).
મસાલા સામગ્રી:
1/4 નાની ચમ્મચી મરચું ( Red Chili Powder ).
જીણા સમારેલા લીલા મરચા ( Green Chillies ).
જીણા સમારેલા ટામેટા ( Onion ).
માધ્યમ આકાર ના જીણા જીણા સમારેલા ટામેટા ( Tomato ).

Read full Recipe.

નારિયલ કાજુ જીંગા વાનગી (Kaju Prawns).


નારિયલ કાજુ જીંગા (Kaju Prawns) જેમાં છે મસાલા અને સ્વાદ થી ભરપુર જીંગા ની સાથે ભારત ના સુકા મેવા એટલે કે કાજુ નો એક લાજવાબ સ્વાદ. નારિયલ કાજુ જીંગા ભારત ની એક અતિ પ્રસિદ્ધ મુઘલાઈ વાનગી છે. જે ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, કર્નાટકા અને કેરલા જેવા દરિયાઈ રાજ્યો માં બનાવવામાં આવે છે. નારિયલ કાજુ જીંગા ના ફક્ત ભારત માં પરંતુ સમગ્ર વિશ્વ માં અતિ પ્રસિદ્ધ છે. નારિયલ કાજુ જીંગા બનાવવા ખુબ જ સરળ હોય છે અને આને બનાવવા માટે તમારે ખુબ જ ઓછા સમય ની જરૂર પડે છે. તો ચાલો આજે અપને ઘરે બનાવીએ નારિયલ કાજુ જીંગા મસાલા.

નારિયલ કાજુ જીંગા (Kaju Prawns) બનાવવા માટે આવશ્યક સામગ્રી:
મુખ્ય સામગ્રી:
300 ગ્રામ જીંગા ( Prawns ).
200 ગ્રામ નારિયલ  ( Coconut ).
100 ગ્રામ દહીં ( Curd ).
થોડાક કાજુ ( Kesu nuts ).
તેલ ( Oil ).

Read Full Recipe.

Easy Hyderabadi Mutton Biryani | Indian Recipes in Gujarati | હૈદરાબાદી મટન બિરયાની



હૈદરાબાદી મટન બિરયાની (Easy Hyderabadi Mutton Biryani) ના વિષે જાણતા પેહલા થોડું હૈદરાબાદ વિષે જાણી લઈએ. હૈદરાબાદ નવાબો નું શહેર છે. હૈદરાબાદ સમગ્ર વિશ્વ માં પોતાના ખાનપાન માટે ખુબ જ પ્રખ્યાત છે, ખાસ કરીને હૈદરાબાદ ની દમ બિરયાની, ચીકન બિરયાની અને મટન બિરયાની. હૈદરાબાદી વાનગીઓ નો સ્વાદ જ એકદમ અલગ હોય છે. હૈદરાબાદી મટન બિરયાની સમગ્ર વિશ્વ માં અને ખાસ કરીને ભારત માં સૌથી લોકપ્રિય મટન થી બનેલી ડીશ છે. તો ચાલો આજે અપને આપના ઘરે બનાવીએ પ્રખ્યાત હૈદરાબાદી મટન બિરયાની.

મટન બિરયાની (Easy Hyderabadi Mutton Biryani) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
200 ગ્રામ ગોસ્ત અથવા મટન ( Gosht or Mutton )
300 ગ્રામ ચોખા ( Rice )
100 ગ્રામ દહીં ( Curd )
200 મિલી લીટર દૂધ ( Milk )
થોડોક રંગ ( Colour )
તળવા માટે તેલ ( Oil )
બાસમતી ચોખા ( Basmati Rice )

Read Full Recipe.

Chicken Manchurian Recipe | Indian Recipes in Gujarati | ચીકન મંચુરિયન.


ચીકન મંચુરિયન (Chicken Manchurian Recipe) એક પ્રખ્યાત ઇન્ડો ચાઈનીજ વાનગી, કે જે ના ફક્ત ભારત માં પરંતુ સમગ્ર વિશ્વ માં અતિ પ્રખ્યાત છે. ચીકન મંચુરિયન બનાવવું ખુબ જ સરળ હોય છે અને ચીકન મંચુરિયન બનાવવા માટે ખુબ જ ઓછા સમય ની જરૂર રહે છે. ચીકન મંચુરિયન દેખાવ માં જેટલું આકર્ષિત હોય છે ખાવા માં પણ તેટલું જ સ્વાદિષ્ટ હોય છે. સામાન્ય રીતે ચીકન મંચુરિયન અત્યાર સુધી તમે હોટેલ અને રેસ્તૌરાંત માં જ ખાધી હશે. પણ આજ હમે તમને શીખવીશું સ્વાદિષ્ટ ચીકન મંચુરિયન તમારા ઘરે થી જ સરળતાથી જ કઈ રીતે બનાવી શકાય. તો ચાલો આજે બનાવીએ પ્રખ્યાત ચીકન મંચુરિયન.

ચીકન મંચુરિયન (Chicken Manchurian Recipe) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
150 ગ્રામ ચીકન ( Chicken )
1 ઈંડું ( Egg )

Read Full Recipe.

Easy Dum Chicken | Indian Recipes in Gujarati | દમ ચીકન



દમ ચીકન (easy dum chicken) વાનગી એક ખુબ જ પ્રસિદ્ધ મુઘલાઈ વાનગી છે. દમ ચીકન ભારત ની એક પારંપરિક અને ઘરેલું વાનગી છે, જેનો સ્વાદ એટલો સરસ છે કે લોકો દ્વારા તેને વારંવાર ખાવામાં આવે છે. દમ ચીકન ના ફક્ત ભારત ના પરંતુ સમગ્ર વિશ્વ માં નોન વેજ ખાવા વાળા લોકો ની સૌથી મનપસંદ ડીશ છે. દમ ચીકન બનાવવું ખુબ જ સરળ હોય છે અને આને બનાવવા માટે ખુબ જ ઓછા સમય ની જરૂર હોય છે અને આને બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી પ્રાપ્ત થઇ જાય છે. તો પછી ચાલો આજે આપણે ઘરે બનાવીએ પ્રખ્યાત દમ ચીકન.

દમ ચીકન (easy Dum Chicken) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
300 ગ્રામ ચીકન ( Chicken ).
100 ગ્રામ દહીં  ( Curd or Yogurt ).
2 નાની ચમ્મચી શુદ્ધ દેસી ઘી  ( Pure Ghee ).
તેલ  ( Oil ).
મસાલા સામગ્રી :
2 માધ્યમ આકાર ની જીણી સમારેલી ડુંગળી  ( Onions ).
1/2 કપ પુદીનો  ( Mint Leaves )
1/2 કપ લીલા ધાણા ( Coriander Leaves ).
1 1/2 નાની ચમ્મચી ટોમેટો કેત્ચ અપ  ( Tomato Ketchup ).
1 1/2 નાની ચમ્મચી મરચા નો સોસ  ( Chili Sauce ).
25 ગ્રામ મગફળી  ( Ground Nuts ).
25 ગ્રામ તલ ના બીજ  ( Seasame Seeds ).
25 ગ્રામ સુકાયેલું નારિયલ  ( Dried Coconuts ).
થોડીક સુકાયેલી કસુરી મેથી  ( Dried Fenugreek Leaves ).
થોડાક તજ  ( Cinnamon Sticks ).
7-8 લવિંગ  ( Cloves ).
6 એલચી ( Cardemoms ).
શાહ જીરું  ( Shah Zira ).
1 નાની ચમ્મચી કિચન મસાલો ( Chicken Masala ).
1/2 નાની ચમ્મચી કિચન કિંગ મસાલો ( Garam Masala ).
1/2 નાની ચમ્મચી ધાણાજીરું ( Coriander and Cumin Seeds Powder ).
1 1/2 નાની ચમ્મચી મરચું ( Red Chili Powder ).
1/2 નાની ચમ્મચી હળદર  ( Turmeric Powder ).
2 નાની ચમ્મચી આદુ અને લસણ નું પેસ્ટ ( Garlic and Ginger Paste )

READ FULL RECIPE.

Easy Butter Chicken | Indian Recipes in Gujarati | બટર ચીકન મસાલા




બટર ચીકન મસાલા (easy Butter Chicken) જેમાં છે સ્વાદ થી ભરપુર ચીકન ની સાથ પ્રોટીન થી સભર માખણ નો બેમિસાલ સ્વાદ. બટર ચીકન મસાલા ને સામાન્ય રીતે તમેં પ્રખ્યાત ધાબા, રેસ્તોરેન્ત કે પછી ફાઈવ સ્ટાર હોટેલ માં ખાવાનું પસંદ કરો છો. પણ આજ હમ તમને શીખવીશું કે તેજ હોટેલ ના સ્વાદ સાથે તમારા ઘરે કઈ રીતે બનાવી શકાય. હકીકત માં બટર ચીકન મસાલો ઘરે થી બનાવવો એક દમ સરળ હોય છે આને બટર ચીકન મસાલા બનાવવા માટે વધારે સમય ની પણ જરૂર રેહતી નથી. તો ચાલો આજે અપને બનાવીએ સ્વાદિષ્ટ બટર ચીકન મસાલા.

બટર ચીકન મસાલા (easy Butter Chicken) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
500 ગ્રામ હાડકા વગર નું ચીકન ( Chicken Boneless )
50 ગ્રામ કાજુ ( Kesu Nuts )
3 નાની ચમ્મચી દહીં ( Curd )
મસાલા સામગ્રી:
50 ગ્રામ ખસ ખસ  ( Poppy Seeds )
50 ગ્રામ મગજતરી ( Magajtari )
2 મધ્યમ આકાર ના મોટા સમારેલા ટામેટા ( Tomatoes )
2 મધ્યમ આકાર ની મોટી સમારેલી ડુંગળી ( Onions )
4-5 લીલા મરચા ( Green Chillies )
1 નાની ચમ્મચી ગરમ મસાલો ( Garam Masala )
1 નાની ચમ્મચી આદુ લસણ નું પેસ્ટ ( Garlic and Ginger Paste )
1/2 નાની ચમ્મચી સુકી કસુરી મેથી ( Dried Fenugreek Leaves )
1/2 નાની ચમ્મચી ધાણાજીરું ( Coriander and Cumin Seeds Powder )
1/2 નાની ચમ્મચી હળદર ( Turmeric Powder )
1 નાની ચમ્મચી મરચું ( Red Chili Powder )
4-5 લવિંગ ( Cloves )
2-3 એલચી ( Cardemoms )
1-2 ઇંચ દાલ્ચીની ( Cinnamon Sticks )
1-2 ચપટી જીરું ( Cumin Seeds )
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt )

Read Full Recipe.

Inda Bhurji | Indian Recipes in Gujarati | ઈંડા ભુરજી



ઈંડા ભુરજી (Inda Bhurji); ઈંડા માંથી બનાવેલી એક સ્વાદિષ્ટ ડીશ. એક રીતે જોવામાં આવે તો ભારત ના લોગો ઈંડા નો ઉપયોગ ખાવા માં ખુબ જ કરે છે, ભારત ના લોકો સવાર ના નષ્ટ થી લઇ ને સાંજ ના જમવા સુધી ઈંડું ખાવામાં પસંદ કરે છે. ઈંડા માં ખુબ જ માત્ર માં પ્રોટીન પણ મળે છે. ઈંડું સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયેદેકારક હોય છે તો પછી ચાલો આજે આપણે ઘરે બનાવીએ હૈદરાબાદી રીત થી મસાલે દાર ઈંડા ભુરજી.

ઈંડા ભુરજી (Inda Bhurji)બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
2 ઈંડા ( Egg )
1.5 નાની ચમ્મચી તેલ ( Oil )
મસાલા સામગ્રી:
1/4 નાની ચમ્મચી હળદર  ( Turmeric Powder )
1 નાની ચમ્મચી જીણું સમારેલું લીલી મરચું ( Green Chillies )
એક માધ્યમ આકાર ની જીણી સમારેલી ડુંગળી ( Onion )
એક માધ્યમ આકાર નું જીણું સમારેલું ટમેટું ( Tomatoes )
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt )

Read Full Recipe.

Easy Kadhai Chicken | Indian Recipes in Gujarati | કઢાઈ ચીકન



કઢાઈ ચીકન (Easy Kadhai Chicken) એ ઉત્તર ભારત ની સૌથી લોકપ્રિય, સ્વાદિષ્ટ અને મસાલેદાર ચીકન ની વાનગી છે. કઢાઈ ચીકન ભારત માં સૌથી વધારે પસંદ કરવામાં આવતી ચીકન ની ડીશ છે. કઢાઈ ચીકન એક દમ સ્વાદિષ્ટ તો હોય જ છે પણ તેને બનાવામાં સમય પણ ખુબ જ ઓછો લાગે છે. અને કઢાઈ ચીકન બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી ઉપલબ્ધ રહે છે. તો ચાલો આજે અપને ઘરે બનાવીએ ભારત ની અતિ પ્રખ્યાત અને મસાલેદાર કઢાઈ ચીકન ડીશ.

કઢાઈ ચીકન (Easy Kadhai Chicken) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
200 ગ્રામ ચીકન  ( Chicken ).
શુદ્ધ ઘી ( Pure Ghee ).
મસાલા સામગ્રી:
1 મોટા આકાર ની શીમાંલાઈ મરચા ( Capsicum ).
2 મોટા ટામેટા ( Tomatoes ).
1 મોટી ડુંગળી ( Onion ).
થોડીક સૌંફ ( Fennel Seeds ).
સુકાયેલા કોથમીર ના બીજ ( Dried Coriander Seeds ).
સરસો ના બીજ ( Mustard Seeds ).
જીરું ( Cumin Seeds ).
અજીનોમોટો ( Ajinomoto ).
મીઠું ( Salt ).
કિચન કિંગ મસાલો ( Garam Masala ).
સુકાયેલી મેથી ના પાન અથવા કસુરી મેથી ( Dried Fenugreek Leaves )
ધાણાજીરું ( Coriander and Cumin Seeds Powder ).
લાલ મરચું ( Red Chili Powder ).
હળદર ( Turmeric Powder ).
આદુ અને લસણ નું પેસ્ટ ( Garlic and Ginger Paste ).
ખાંડ ( Sugar ).
ખસખસ ( Poppy Seeds ).
મગજતરી અથવા તડબુચ ના બીજ ( Magajtari ).
5-6 એલચી ( Cardamoms ).
6-7 લવિંગ ( Cloves )
દાલચીની ના બે નાના ટુકડાઓ ( Cinnamons ).
1/4 નાની ચમ્મચી શાહ જીરુ ( Shah Zira ).

Read Full Recipe.

Quick Half Fry Egg Sandwich | Indian Recipes in Gujarati | હાલ્ફ ફ્રાય એગ સેન્ડવીચ


હાલ્ફ ફ્રાય એગ સેન્ડવીચ (Quick Half Fry Egg Sandwich) ઈંડા ની એક નવી પેઢી ની ઓમલેટ કે જેમાં ઈંડા ને ખાલી અડધું તળવામાં આવે છે. હાલ્ફ ફ્રાય એગ સેન્ડવીચ સમગ્ર વિશ્વ માં પ્રચલિત ઈંડા માંથી બનેલી એક ખુબ જ શાનદાર સેન્ડવીચ ની ડીશ છે, કે જેને ભારત થી લઇ ને સમગ્ર વિશ્વ માં ખાવા માટે પસંદ કરવામાં આવે છે. હાલ્ફ ફ્રાય એગ સેન્ડવીચ ભારત માં તમને ગમે ત્યાં ખાવા માટે સરળતાથી પ્રાપ્ત થઇ જાય છે. આ વાનગી તમને નાના ભૂલકાઓ ના તીફ્ફીન BOX થી માંડીને પાર્ટી અને પીકનીક માં પણ સરળતાથી જોવા મળી જાય છે. તો પછી ચાલો આજે આપણે બનાવીએ હાલ્ફ ફ્રાય એગ સેન્ડવીચ.

હાલ્ફ ફ્રાય એગ સેન્ડવીચ (Quick Half Fry Egg Sandwich) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
2 મોટા આકાર ની બ્રેડ સ્લાય્સ ( Bread Slices ).
1 ઈંડું ( Egg ).
માખણ ( Butter ).
મસાલા સામગ્રી:
મેયોનીજ સોસ ( Mayyoniase Sauce ).
ચપટીભર કાળી મરી ( Black Pepper Powder ).
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt ).
ચપટી ભાર લાલ મરચું પાવડર ( Red Chili Powder ).

Read Full Recipe.

Fish Fry Masala Recipe | Indian Recipes In Gujarati | ફીશ ફ્રાય મસાલા



ફીશ ફ્રાયમસાલા (Fish Fry Masala Recipe) વિશ્વ ભર ના નોન વેજ પ્રિય લોકો દ્વારા ખાવા માં પસંદ કરવામાં આવતી એક અતિપ્રસિદ્ધ વાનગી છે. ફીશ ફ્રાય મસાલા એ દરિયાઈ ખોરાક ની એક સૌથી શાનદાર અને સ્વાદિષ્ટ વાનગી છે કે જેને હર કોઈ ખાવા નું પસંદ કરે છે. ફીશ ફ્રાય મસાલા ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે, તેને બનાવવી પણ એટલી જ સરળ હોય છે, ફીશ ફ્રાય મસાલા બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી ઉપલબ્ધ રહે છે. તો પછી ચાલો આજે આપણે આપણા ઘરે બનાવીએ પ્રખ્યાર ફીશ ફ્રાય મસાલા વાનગી.

ફીશ ફ્રાય મસાલા (Fish Fry Masala recipe) બનાવવા માટે જરૂરી સામગ્રી
મુખ્ય સામગ્રી:
માછલી નો મસાલો. ( Fish Masala )
ચટણી બનાવવા માટે મગફળી ( Ground Nuts )
બ્રેડ ક્રમ્સ ( Bread Crums )
ઈંડા ( Eggs )
તેલ ( Oil )
દહીં ( Curd )


Read Full recipe.

Easy Egg Toast | Indian Recipes in gujarati | ઈંડા ની ટોસ્ટ



ઈંડા ની ટોસ્ટ (Easy Egg Toast) જેને કોઈ પણ ભારતીય ખાવાનું પસંદ કરે છે. ઈંડા ની ટોસ્ટ ઈંડા માંથી બનેલી એક ખુબ જ શાનદાર ડીશ છે. ઈંડા ની ટોસ્ટ ખાસ કરીને નાના બાળકો ની મનપસંદ વાનગી છે. પણ સાથે સાથે વડીલો દ્વારા પણ આ વાનગી ને ખુબ જ પસંદ કરવામાં આવે છે. ઈંડા ની ટોસ્ટ ખાસ કરીને સવાર ના ભાગ માં સમગ્ર ભારત માં ગમે ત્યાં જોવા મળી જાય છે. ઈંડા ની ટોસ્ટ બનાવવા માટે ખુબ જ ઓછા સમય ની જરૂર રહે છે. અને ઈંડા ની ટોસ્ટ બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી ઉપલબ્ધ થિયા જાય છે તો પછી ચાલો આજે આપણે ઘરે બનાવીએ ઈંડા ની ટોસ્ટ.

ઈંડા ની ટોસ્ટ (Easy Egg Toast) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
માખણ ( Butter ).
એક બાફેલું ઈંડું ( Boiled Egg ).
મસાલા સામગ્રી:
બ્રેડ ના સ્લાયસ ( Bread Slice ).
લાલ મરચું પાવડર ( Red Chili Powder ).
મીઠું સ્વાદ પ્રમાણે  ( Salt ).
કાળી મરી પાવડર ( Black Pepper Powder ).
મેયોનીજ ( Mayyoniase ).

Read Full Recipe.

Easy Fish Masala | Indian Recipes in Gujarati | ફીશ મસાલા વાનગી



ફીશ મસાલો (Easy Fish masala) એ દરિયાઈ ખોરાક માંથી બનેલી એક લાજવાબ અને મસાલેદાર માછલી ની ડીશ છે. ફીશ મસાલા ન ફક્ત ભારત માં પરંતુ સમગ્ર વિશ્વ માં ખુબ જ પ્રસિદ્ધ તાજી માછલી માંથી બનેલી એક લાજવાબ અને સ્વાદિષ્ટ ડીશ છે. ફીશ મસાલા ને ભારત માં તો નોખી નોખી રીતે બનાવવામાં આવે છે. ફીશ મસાલો બનાવવો ખુબ જ સરળ હોય છે અને ફીશ મસાલા બનાવવા માટે તમારે વધારે સમય ની પણ જરૂર રેહતી નથી. તો પછી ચાલો આજે આપણે ઘરે બનાવીએ પ્રખ્યાત અને મસાલેદાર ફીશ મસાલા.

ફીશ મસાલા (Easy Fish masala) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
200 ગ્રામ માધ્યમ આકાર ની માછલી ( Fish ).
દહીં ( Curd ).
તેલ ( Oil ).
મસાલા સામગ્રી:
50 ગ્રામ પાણી માં પલારેલા લાલ મરચા ( Red Chili ).
હળદર પાવડર ( Turmeric Powder ).
આદુ અને લસણ નું પેસ્ટ ( Garlic and Ginger Paste ).
સરસો ના દાણા  ( Mustard Seeds ).
ધાણા ( Coriander Seeds ).
સૌંફ ( Fennel Seeds ).
જીરું ( Cumin Seeds ).
કસુરી મેથી ( Dried Fenugreek Leaves ).
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt ).
દાલચીની ( Cinnamons ).
લવિંગ ( Cloves ).
શાહ જીરું ( Shah Zira ).
એલચી ( Cardemom Ports ).
નારિયલ  ( Coconut ).
સજાવટ સામગ્રી:
પુદીનો ( Some Mint Leaves ).
દહીં ( curd ).

Read Full Recipe.

Quick Anda Sandwich | Indian Recipes in gujarati | ઈંડા ની સેન્ડવીચ



ઈંડા ની સેન્ડવીચ (Quick Anda Sandwich): ઈંડા અને બ્રેડ થી બનાવવામાં આવેલી એક અતિ પ્રખ્યાત સેન્ડવીચ ની ડીશ. ઈંડા સેન્ડવીચ જેને લોકો અંડા સેન્ડવીચ ના નામે પણ જાણે છે. ઈંડા સેન્ડવીચ સમગ્ર ભારત માં અતિ પ્રચલિત છે, જેને લોકો સવાર ના નાસ્તા થી લઇ ને રાત ના જમવામાં પણ પસંદ કરે છે. ઈંડા સેન્ડવીચ તમને સમગ્ર ભારત માં શેરી અને ચોક થી લઇ ને કોઈ પણ હોટેલ કે રેસ્તોરંત માં પણ સરળતાથી ખાવા મળી જાય છે. તો ચાલો આજે આપણે ઘરે બનાવીએ પ્રખ્યાત ઈંડા ની સેન્ડવીચ.

ઈંડા ની સેન્ડવીચ (Quick Anda Sandwich) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
2 સફેદ બ્રેડ સ્લાય્સ ( White Bread Slices ).
માખણ ( Butter ).
એક બાફેલું ઈંડું ( Boiled Egg ).
મસાલા સામગ્રી:
કાળી મરી પાવડર ( Black Pepper Powder ).
મીઠું ( Salt ).
લીલા મરચા નું પેસ્ટ ( Green Chili Paste ).
ઘરે બનાવેલો મેયોનીજ સોસ ( Mayyonaise Sauce ).
ટામેટા ની સ્લાય્સ ( Tomato Slices ).
કાકડી ની સ્લાય્સ ( Cucumber Slices ).
ચપટી ભાર મરચું. ( Red Chili Powder ).
સજાવટ સામગ્રી:
ટામેટા કેત્ચ અપ ( Tomato Ketchup ).

Read Full Recipe.

Saturday, 6 August 2016

Lili Chatni | Indian Recipes in Gujarati | લીલી ચટણી.



Lili Chatni (લીલી ચટણી) એ ભારત ની સૌથી વધારે લોકપ્રીય ચટણી છે. ભારત ની કોઈ પણ ફાસ્ટ ફૂડ વાનગી કેટલી પણ સારી કેમ ના બનાવી હોય પણ લીલી ચટણી વગર તેનો સ્વાદ અધુરો હોય છે. લીલી ચટણી તમે કોઈ પણ ફાસ્ટ ફૂડ ની સાથે ખાઈ શકો છો. કોઈ પણ ફાસ્ટ ફૂડ નો સ્વાદ લીલી ચટણી સાથે ખાવાથી લાજવાબ થઇ જાય છે. લીલી ચટણી એક દમ સરળતાથી અને તુરંત જ બની જાય છે. અને એને બનાવવા માટે વધારે વસ્તુઓ ની જરૂર પણ રહેતી નથી. તો ચાલો આજે આપણે ઘરે જ બનાવીએ લીલી ચટણી.

લીલી ચટણી બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
5 લીલા મરચા ( Green Chillies ).
1 જીણી સમારેલી કોથમીર ( Coriander Leaves ).
3 નાની ચમ્મચી તેલ ( Oil ).
1/2 લીંબુ ( Lemon ).

Read Full Recipe 

Easy Paneer Butter Masala | Indian recipe in Gujarati | પનીર બટર મસાલા.


પનીર બટર મસાલા (easy paneer butter masala) પંજાબ ના લોકો ની માખણ અને પનીર થી બનાવવામાં આવેલી એક ખુબ જ ખાસ વાનગી. આમ તો ભારત ના બધા જ રાજ્ય ના લોકો પનીર ખાવાના શોખીન હોય છે. પણ પંજાબી લોકો તો પનીર ખાવાના અતિ શોખીન હોય છે. પનીર બટર મસાલા ઉત્તર ભારત ની એક સૌથી વધારે પ્રખ્યાત પનીર નું શાક છે. સામાન્ય રીતે તમને પનીર મસાલા પાર્ટીઓમાં, મેરેજ ફંકશન માં અથવા કોઈ પણ ધાબા અને હોટેલ માં સરળતાથી જોવા મળી જાય છે. પણ આજ અપને એજ પનીર બટર મસાલા અપના ઘરે થી બનાવીશું તે પણ ધાબા ના પ્રખ્યાત સ્વાદ સાથે.

પનીર બટર મસાલા (Easy Paneer Butter Masala) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
200 ગ્રામ પનીર ના ટુકડા ( Paneer Cubes ).
250 ગ્રામ જીણી સમારેલી ડુંગળી ( Onion ).
200 ગ્રામ કાપેલા ટામેટા ( Tomato ).
2 ચોસલા માખણ ( Butter Cubes ).
3 નાની ચમ્મચી તેલ ( Oil ).
50 ગ્રામ કાજુ ( Cashew Nuts ).
100 મિલી લીટર દૂધ ( Milk ).

Read Full Recipe

Chana ni Dal | Indian recipe in Gujarati | ચણા દાળ.

પ્રોટીન અને વિટામીન થી ભરપુર સ્વાસ્થ્ય વર્ધક ચણાની દાળ. ચણા ની દાળ (chana ni dal) ભારત ની અને એમાં પણ ખાસ કરી ને આપણા ગુજરાત ની એક ખુબ જ લોકપ્રીય અને ઘરેલું ડીશ છે. ચણા ની દાળ બનાવવી એ ભારત ના ઘરો ની સામાન્ય વાત છે, પરંતુ જયારે તમેં કોઈ પણ હોટેલ કે ધાબા માં જમવા જાવ છો ત્યારે તમને તેનો સ્વાદ એકદમ અલગ જ લાગે છે. એટલા માટે જ આજે અમે તમને શીખાવાડીયે ગુજરાત ની પ્રખ્યાત ચણા ની દાળ પંજાબી રીત થી. ચણા ની દાળ બનાવવા માટે ની જરૂરી સામગ્રી તમારા ઘર તમારા ઘર માં સરળતાથી પ્રાપ્ત થઇ જાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ ગુજરાત ની લોકપ્રીય ચણા ની દાળ.

ચણા ની દાળ બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
150 ગ્રામ ચણા દાળ. ( Chana Dal or Gram Lantile )
કરી પત્તા 8-10 ( Curry Leaves )
મધ્યમ આકાર નું જીણું સમારેલું એક ટમેટું. ( Tomato )
3 નાની ચમ્મચી તેલ. ( Oil ).

Read Full Recipe

Paneer Tikka Masala Recipe | Indian recipe in Gujarati | પનીર ટીક્કા મસાલા.



પનીર ટીક્કા મસાલા (paneer tikka masala recipe) કે જેને ભારત ના લોકો બેસ્ટ ભારતીય ગ્રેવી ના નામ થી પણ જાણે છે. પનીર ટીક્કા મસાલા ઉત્તર ભારત, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ જેવા ઘણા રાજ્યો ની સૌથી ચૂંટાયેલી અને મનપસંદ પનીર ની ડીશ છે. પનીર ટીક્કા મસાલા ભારત ના સિવાય સમગ્ર દુનિયા માં પણ ખુબ જ પ્રખ્યાત પનીર ની વાનગીઓ માંથી એક વાનગી છે. પનીર ટીક્કા મસાલા લોકો ફાઈવ સ્ટાર હોટેલ થી માંડી ને ધાબા માં અને વધારે પડતી પાર્ટીઓ તેમજ લગ્ન પ્રસંદ માં ખાવાનું પસંદ કરે છે. તો ચાલો હવે આપણે બનાવીએ પનીર ટીક્કા મસાલા.

પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
200 ગ્રામ પનીર ના ટુકડા ( Paneer Cubes ).
1 મધ્યમ આકાર ની ડુંગળી ( Onion ).
10-12 લસણ ( Garlic ).
3-4 લીલા મરચા ( Green Chillies ).
શીમલાઈ મરચા ના ટુકડાઓ  ( Capsicum ).
થોડુક આદું ( Ginger ).
સરસો ના બીજ નું તેલ ( Mustard Seeds Oil ).
250 ગ્રામ જીણી સમારેલી ડુંગળી ( Onion ).
150 ગ્રામ જીના સમારેલા ટામેટા ( Tomatoes ).

Read Full Recipe